Placeholder canvas

વાંકાનેર: જ્ઞાનગંગા સ્કૂલમાં નવા શૈક્ષણિક વર્ષ – 2024 માટેના એડમિશનની પ્રક્રિયા શરૂ…

વાંકાનેર (Promotional Artical) :છેલ્લા 20 વર્ષથી વાંકાનેરાના શિક્ષણ જગતમાં એકચર્ક્રી પ્રભુત્વ ધરાવતી વાંકાનેરની પ્રતિષ્ઠિત જ્ઞાનગંગા સ્કૂલમાં નવા શૈક્ષણિક વર્ષ – 2024 માટેના એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આપને જણાવીએ કે વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલ છેલ્લા 20 વર્ષથી વાંકાનેરના વિદ્યાર્થીઓની ઉજ્જ્વળ કારકિર્દી ઘડવામાં શિરમોર છે. વાંકાનેરના અનેક વિદ્યાર્થીઓને M.B.B.S થકી ડોક્ટર્સ બનાવવાનું અને B.Tech થકી એન્જીનીયર બનાવવાનું સ્વપન જ્ઞાનગંગા સ્કૂલે સાકાર કરાવ્યુ છે. આ તબક્કે એ વાતનો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે વાંકાનેર કેન્દ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધારે M.B.B.S. અને એન્જીનીયરીંગ કોર્સમાં એડમિશન અપાવવાનો રેકોર્ડ જ્ઞાનગંગા સ્કૂલના નામે છે. M.B.B.S. માં પ્રવેશ માટેની NEET પરીક્ષામાં જ્ઞાનગંગા સ્કૂલ કાયમ અવ્વલ રહે છે. એટલુ જ નહિ NEET પરીક્ષામાં વાંકાનેર કેન્દ્રમા સર્વોચ્ચ 640 માર્ક્સનો રેકોર્ડ પણ જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થી ગમારા રમેશના નામે જ છે. જે આ વર્ષના જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓ 640 માર્ક્સનો રેકોર્ડ પણ તોડશે. વાંકાનેર કેન્દ્રમાં સૌથી વધુ 152 વિદ્યાર્થીઓને જ્ઞાનગંગા સ્કૂલે M.B.B.S.માં પ્રવેશ અપાવ્યો છે. જે એક અદ્ભુત રેકોર્ડ છે.
સાયન્સ ઉપરાંત ધો.12 કોમર્સમાં ત્રણ વખત તો જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓ બોર્ડ અને જીલ્લા પ્રથમ આવેલ છે. જ્ઞાનગંગા સ્કૂલના કોમર્સ થકી અસંખ્ય વિદ્યાર્થીઓએ C.A., M.B.A. અને કોમ્પીટીટીવ પરીક્ષા થકી ગવર્મેન્ટ ફીલ્ડમાં ઉજવળ કારકિર્દી ઘડી છે. એમાંય ધો.10માં માર્ચ-2015 થી સતત અને અવિરત જ્ઞાનગંગા સ્કૂલનો વિદ્યાર્થીજ કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવે છે. છેલ્લા 10 વર્ષથી ધો.10માં પ્રથમ ક્રમ પર આવતા જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓ શાળાની અને શાળાના શિક્ષકોની અથાક મહેનત અને ઉત્તમ મેનેજમેન્ટનું પ્રતિબિંબ પુરૂ પાડે છે. ગત વર્ષે પણ પટેલ મીત શૈલેષભાઇએ 99.99 PR સાથે સમગ્ર બોર્ડમાં પ્રથમ ક્રમ મેળવી જ્ઞાનગંગા સ્કૂલ અને વાંકાનેરનું ગૌરવ વધારેલ. ધો. 10 અને ધો. 12 માં જ્ઞાનગંગા સ્કૂલે અત્યાર સુધીમાં 99.99 PR સાથે બોર્ડ પ્રથમ 6 વખત આવેલ છે.
જે વાલીઓ પોતાના બાળકની શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરવા માટે તેમના સંતાનને જ્ઞાનગંગા સ્કૂલમાં એડમિશન લેવા ઇચ્છુક હોય તેઓએ જ્ઞાનગંગા સ્કૂલમાં તાત્કાલિક રૂબરૂ જઈને એડમિશન મેળવી લેવું… નવા શૈક્ષણિક વર્ષ માટે સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે મર્યાદિત સમય પૂરતી ચાલુ રહેશે…

આરોગ્યનગર, વાંકાનેર
ફોન નં. (02828) 222111 મો. 94290 43843 / 93133 97318

આ સમાચારને શેર કરો