NEET-2026નું પરિણામ જાહેર: વાંકાનેર કેન્દ્રના 🔝 10માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનગંગા સ્કૂલ ફરી No.1…

વાંકાનેર: દેશભરમાં M.B.B.S. સહિતના મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી NEET-2026 પરીક્ષાનું પરિણામ આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પરીક્ષાનું પેપર અત્યાર સુધીના વર્ષોની સરખામણીએ સૌથી કઠિન માનવામાં આવી રહ્યું છે. આવા પડકારજનક પેપરમાં પણ જ્ઞાનગંગા સ્કૂલ, વાંકાનેરે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરીને વાંકાનેર કેન્દ્રમાં પોતાનું નંબર-1 સ્થાન જાળવી રાખ્યું છે.

જાહેર થયેલા પરિણામ મુજબ, સમગ્ર વાંકાનેર કેન્દ્રના ટોપ-10માં સૌથી વધુ 9 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. એટલું જ નહીં, કેન્દ્રના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પણ જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તાનો વધુ એક પુરાવો આપ્યો છે.

આ વર્ષે કઠિન પેપરને કારણે 720માંથી 500થી વધુ ગુણ મેળવવા પણ મુશ્કેલ માનવામાં આવી રહ્યા હતા. છતાં જ્ઞાનગંગા સ્કૂલના 13 વિદ્યાર્થીઓએ 500થી વધુ ગુણ મેળવી ઉત્તમ સિદ્ધિ નોંધાવી છે. જેમાં બાવળીયા મિલને 608 ગુણ મેળવી સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ પરિણામના જ્ઞાનગંગા સ્કૂલના 13 વિદ્યાર્થીઓ 500થી વધુ ગુણ મેળવી ગુજરાતની પ્રતિષ્ઠિત સરકારી અને સેમી-સરકારી M.B.B.S. કોલેજોમાં પ્રવેશ મેળવવાનું સ્વપનું સાકાર કર્યું છે.

જ્ઞાનગંગા સ્કૂલે આ વર્ષે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. સંસ્થાના રેકોર્ડબ્રેક 17 વિદ્યાર્થીઓને M.B.B.S.માં પ્રવેશ મળવાની સિદ્ધિ સાથે અત્યાર સુધીના શૈક્ષણિક ઇતિહાસમાં એક જ વર્ષમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રમાં પહોંચાડવાનો નવો રેકોર્ડ સર્જાયો છે.

શાળા સંચાલનના જણાવ્યા મુજબ, JEE Main હોય કે NEET જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ડોક્ટર કે એન્જિનિયર બનવાનું સપનું જોતા મહેનતુ વિદ્યાર્થીઓ માટે આજે જ્ઞાનગંગા સ્કૂલ, વાંકાનેર પ્રથમ પસંદગી તરીકે ઉભરી રહી છે. NEET-2026ના આ પરિણામે સંસ્થાએ ફરી એકવાર પોતાની શ્રેષ્ઠ શૈક્ષણિક પરંપરાને સાબિત કરી છે.



