Placeholder canvas

વ્યસનીઓ માટે સારા સમાચાર: પાનમસાલા, ગુટખા, બજેટ બાદ થશે મોંઘા…

આગામી ફેબ્રુઆરી માસમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટ તથા કરવેરામાંના માળખામાં થનારા અનેક ફેરફારો બાજું સૌનુ ધ્યાન બંધાયું છે. એક તરફ નાણામંત્રી નિર્મલા સીતારામને તેમના પ્રથમ પ્રી-બજેટ મંતવ્યમાં આગામી બજેટ અગાઉના બજેટની પરંપરાને આગળ ધપાવતુ હશે તેવો સંકેત આપ્યા છે.

જ્યારે એક વાત એવી બહાર આવી છે કે આગામી બજેટમાં પાનમસાલા પર 28% જીએસટીને આગળ વધારી એક નવો મહત્વ વેરો 38% સુધી લઈ જવા પર વિચારણા થશે. આમ હવે પાન, ગુટકા, માવો ખાવાવાળાને ખાતા પહેલા થોડું વિચારવું પડશે ! પાન ખાઈને મારવામાં આવતી પિચકારી કેટલા રૂપિયામાં પડશે તે હવે સમય જ બતાવશે! આમ આ બજેટમાં વ્યસનીઓ માટે ખુબ સારા સમાચાર આવનાર છે! કેમ જો ભાવ વધે તો પાન માવા ગુટકા ઓછા થાય અને થોડી તંદુરસ્તી જળવાય !!! છે ને લાભના સારા સમાચાર…..!!!!!

આ સમાચારને શેર કરો