Placeholder canvas

વાંકાનેર: ગુલશન સોસાયટીમાં વધુ એક વખત ચોર તાટકીયા, આશરે એકાદ લાખનો હાથફેરો

વાંકાનેર: ચોરોનું ચોરી માટેનું મનપસંદ સ્થળ ગુલશન સોસાયટીમાં ગત રાત્રે વધુ એક વખત ચોર તાટક્યા હતા. અને આશરે એકાદ લાખના દાગીના અને રોકડનો હાથફેરો કરી ગયા હોવાની માહિતી મળી છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં 27 નેશનલ હાઇવે ઉપર આવેલી ગુલશન સોસાયટીમાં ગત રાતે એક બંધ મકાનને ચોરે ટાર્ગેટ બનાવ્યું હતું અને મકાનના મુખ્ય દરવાજાનો લોક મારવાનો નચુકો તોડીને અંદર ઘુસ્યા હોવાનું પ્રથમ નજરે માલુમ પડે છે. આ મકાનમાંથી આશરે સવા તોલા સોના ના અને 20 ગ્રામ ચાંદીના દાગીના અને આશરે 30 હજાર રૂપિયા રોકડ રકમની ચોરી થયા હોવાનું જાણવા મળેલ છે.

મળેલી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામના વતની અને આરડીસી બેંકની માર્કેટિંગ યાર્ડ શાખામાં નોકરી કરતા ઈરફાનભાઇ વકાલીયા શનિ-રવિમાં રજા હોવાથી તેઓ પોતાના ગામડે ગયા હતા અને મકાન બંધ હતું ત્યારે ગત રાત્રે આ બંધ મકાનને ચોરએ ટાર્ગેટ બનાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ મકાનની બાજુમાં જ થોડા સમય પૂર્વે ગની પટેલના મકાનમાં ચોરી થઈ હતી એ જ રીતે ઈરફાનભાઇના મકાનને ટાર્ગેટ બનાવાયું છે.

અત્રે જણાવી દઈએ કે વાંકાનેરમાં ચોરો માટે ગુલશન સોસાયટી સૌથી પસંદગીની સોસાયટી છે અને કદાચ માહિતી મેળવવામાં આવે તો વર્ષ દરમિયાન વાંકાનેરમાં સૌથી વધુ ચોરી આ સોસાયટીમાં થતી હશે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV
સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો