વાંકાનેર: પીપળીયા રાજના સરપંચનું તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પંચસિયાના આગેવાનોએ સન્માન કર્યું.
વાંકાનેર: વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામમાં તાજેતરમાં ચૂંટાય આવનાર રિઝવાનાબેન ઇલમુદીનભાઇ ડેકાવડીયાનું તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચ અને પંચસિયાના આગેવાનોએ જીત બદલ અભિનંદન પાઠવીને સન્માન કર્યું હતું. આ સમયે પીપળીયા રાજના આગેવાનો, ભરવાડ સમાજ, કોળી સમાજ અને દલિત સમાજના આગેવાનોએ સાથે મળીને ઈલ્મુદીનભાઈનું ફૂલહારથી ભવ્ય સન્માન કર્યું હતું

આ સમયે સૌએ ગામના સર્વાંગી વિકાસ અને સમાજમાં ભાઈચારા તેમજ એકતા માટે સંપૂર્ણ સાથ અને સહકાર આપવાનું વચન આપ્યું હતું. આવા સન્માનથી ઈલ્મુદીનભાઈએ સૌનો દિલથી આભાર વ્યક્ત કર્યો અને કહયું હતું કે ગામના વિકાસ માટે સૌનો વિશ્વાસ અને સહકાર એજ અમારું મોટું બળ છે. હવે ગામના વિકાસ માટે એકતાથી આગળ વધીશું અને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવીશું.

નવા ચૂંટાયેલા સરપંચના સન્માન બાદ ગુલમહંમદભાઈ બ્લોચ તેમના પીપળીયા ગામના જુના સાથી અને મિત્રસમા અને પીપળીયા રાજ ગામના પીઠ રાજકીય અગ્રણી એમ.એમ.પટેલની શુભેચ્છા મુલાકાતે તેમના ઘરે ગયા હતા. બન્ને મિત્રોએ સાથે બેસી જૂની યાદો વાગોળી હતી.


