ગુજરાતશૈક્ષણિક

ધો.12 સાયન્સની ગુજકેટ પરીક્ષા ક્યારે લેવાશે ? જાણવા વાંચો.

ગુજકેટની પરીક્ષાને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. અત્રે જણાવીએ કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તા.19/11/2016ના ઠરાવથી લેવામાં આવેલ નિર્ણય અનુસાર ધો.12 (10+2) વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસકમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ-2017થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.

વર્ષ-2025 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી.ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગૃપ-એ. ગૃપ-બી અને ગૃપ-એ.બી. ના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા તા.23/03/2025ને રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.

ગુજકેટની પરીક્ષા તા.23/03/2025ને રવિવારના રોજ સવારે 10-00 કલાકથી બપોરના 16-00 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.

આ સમાચારને શેર કરો