કોરોનાની સારવાર માટે 50 આઈસોલેશન બેડ અર્પણ કરતી ગુજરાતની પ્રથમ ક્રાઈસ્ટ હોસ્પિટલ
તમામ પ્રકારના મેડિકલ ઇક્યુપમેન્ટ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ વેલટ્રેઇન્ડ નર્સિંગ સ્ટાફ તથા પેરામેડિકલ સ્ટાફની ટીમ ખડેપગે
રાજકોટ માધાપર સ્થિત 150 બેડ ધરાવતી ક્રાઈસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલમાં તા. 24-3-2020ના રોજ કોવીડ-19 ફેસેલીટી માટે રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન, આઈએએસ રાહુલ ગુપ્તા તથા મેડીકલ ટીમના આદેશ મુજબની તમામ મેડીકલ ફેસીલીટીઝ, 50 આઈસોલેશન બેડ જેમાં ઉપયોગી એવા તમામ પ્રકારના મેડિકલ ઇક્યુપમેન્ટ્સ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ વેલ ટ્રેઇન્ડ નર્સિંગ સ્ટાફ તથા પેરામેડીકલ સ્ટાફની ટીમ કોવીડ-19ની લડત સામે ટીમ ઉભી કરવામાં આવી છે.
ક્રાઈસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ આજે છેલ્લા 7 વર્ષથી લોકોની સેવામાં સમર્પિત છે અને હંમેશા રહેશે. દેશની અને ગુજરાત સરકારની આ કટોકટીની સ્થિતિમાં અમારી હોસ્પિટલના સ્પેશ્યલ 50 બેડ જે સંપૂર્ણ રીતે આઈસોલેટેડ છે તે માત્ર કોરોના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તમામ વ્યવસ્થા ઉભી કરેલ છે. જરુર પડે આ વ્યવસ્થા વધારવા માટે પણ ક્રાઇસ્ટ હોસ્પિટલ તૈયાર છે. હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ આ સમયે ખડેપગે છે અને કોઇપણ પ્રકારની ગંભીર સ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે અને કોઇપણ કટોકટીના સમયે લોકો સાથે સૌથી પહેલા રહે છે.
ક્રાઈસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલના ડાયરેક્ટર ફાધર જોમોન થોમ્મનાએ જણાવ્યું કે ગુજરાત રાજ્યની સરકાર તથા સૌરાષ્ટ્ર-કચ્છની જનતા માટે મદદરુપ થવા તથા કોવીડ-19ની મહામારી સામેની લડત લડવા માટે નિષ્ણાંત ડોક્ટરોની ટીમ તથા વેલ ટ્રેઇન્ડ નર્સિંગ સ્ટાફ તથા પેરામેડીકલ સ્ટાફ ઉભા પગે સેવા આપવા તત્પર છે. તથા સૌરાષ્ટ્ર અને કચ્છની અને દેશની તમામ જનતાને ઘેર રહી આ મહામારીને રોકવા સાથ આપવા માટે અપીલ કરેલ છે.
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…