Placeholder canvas

ગુજરાતની હવા બની ગઈ અનહેલ્ધી: એર ક્વોલિટી ઈન્ડેક્સ 151 પર…

ગુજરાતીઓએ મનભરીને દિવાળી ઉજવી છે અને ખૂબ ફટાકડા ફોડ્યા છે એ વાતની સાબિતી એર ક્વોલિટી ઈન્ડેક્સ AQIનો હાઈ પારો આપી રહ્યો છે. એક દિવસમાં ગુજ્જુઓએ એટલા ફટાકડા ફોડીને પ્રદુષણ વધાર્યુ છે કે 9.30 કલાક સુધીનો AQI વધીને 188 સુધી પહોંચી ગયો છે. આ આંકડો રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે આવેલા અડાલજનો છે.

રાજ્યમાં અમદાવાદમાં AQI174, આણંદમાં AQI 104, ડાંગમાં AQI 115, ગાંધીનગરમાં AQI 157, ખેડામાં AQI108, વલસાડમાં AQI169, વડોદરામાં 104 AQI, મહેસાણામાં 131 AQI નોંધાયો હતો. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત, નવસારી, પાટણ, તાપી, મોરબી, અમરેલી, ભરૂચ, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, જસદણ, ચોટીલા, જેતપુર અને પોરબંદર સહિતના સ્થળોમાં AQI 70 થી 80ની વચ્ચે એટલે કે 100ની અંદર રહ્યો છે.

જો કે રાજ્યમાં થરાદ અને અમદાવાદમાં સૌથી વધુ 181AQI નોંધાયો છે. પિરાણાનો AQI 204 રહ્યો છે, તો જ્યારે રખિયાલનો 159, રાયખંડનો 146, ચાંદખેડાનો એયર ક્વોલિટી ઈંડેક્સ 137 પર પહોંચ્યો છે. તો એરપોર્ટનો 126, નવરંગપુરાનો 114, સેટેલાઈટ વિસ્તારનો એર ક્વોલિટી ઈંડેક્સ 113 પર પહોંચ્યો છે. સરખેજનો 181, નરોડાનો 180 અને ગાંધીનગરનો AQI 157 નોંધાયો છે.

જો એયર ક્વોલિટી ઈન્ડેક્સ 400થી વધી જાય તો તે શ્વાસની બિમારી ધરાવતા લોકો માટે ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે.

આ સમાચારને શેર કરો