Placeholder canvas

સૌપ્રથમ ગુજરાતે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ અપનાવી: આગામી શૈક્ષણિક વર્ષથી ધો.10 બોર્ડ પરીક્ષા થશે નાબુદ

હવે 5+3+3+3 નવી શિક્ષણ પદ્ધતિ અમલી થશે: 4 વર્ષથી કે.જી.માં પ્રવેશ : 18 વર્ષે વિદ્યાર્થી ધો.12 માં પહોંચી શકે તેવી ગોઠવણ: શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાંતો સાથે ચર્ચા શરૂ કરતી સરકાર

દેશમાં હવે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ આગામી વર્ષની પુર્ણ રીતે લાગુ થઈ રહી છે અને તેના મોડેલ મુજબ ગુજરાત સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરે તેવી શકયતા છે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિને અમલમાં મુકવા માટે ગુજરાત સરકારે નિર્ણય લીધા છે જેમાં રાજયમાં વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12 એમ બે વર્ષ બોર્ડ પરીક્ષાનો સામનો કરે છે પણ નવી શિક્ષા નીતિમાં વિદ્યાર્થીઓ શિક્ષણ પર વધુ ધ્યાન આપે અને પરિક્ષાનો હાઉ ઓછો થાય તે રીતે સમગ્ર માળખુ ગોઠવવા માટે ભલામણ છે. મોદી સરકાર પણ ઈચ્છે છે કે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિનો પ્રારંભ ગુજરાતથી જ થાય તે મહત્વનું બની જશે.

રાજય સરકારે તેથી જ નવુ શૈક્ષણિક વર્ષ પ્રારંભ થાય તે પુર્વે શિક્ષણશાસ્ત્રીઓ વિવિધ શાળા સંચાલકો અને શિક્ષકો સાથે ચર્ચા વિચારણા શરુ કરી દીધી છે. જો ધો.10 થી પરીક્ષા નાબુદ થાય તો વિદ્યાર્થીઓ પર મોટો બોજો ઘટશે. વાસ્તવમાં ફકત આ એક પરિક્ષા નાબુદ કરવાનો પ્રશ્ર્ન નથી પણ સમગ્ર પ્રાથમીક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માળખુ જ બદલાઈ રહ્યું છે.

જેમાં હવે 5+3+3+3 નું નવું શૈક્ષણિક માળખુ આવશે જે હાલની 10+2 પદ્ધતિનું સ્થાન લેશે. પ્રથમ પાંચ વર્ષ ફાઉન્ડેશન (પ્રાથમીક) જેમાં નર્સરીથી કલાસ-2 નો સમાવેશ થશે. બીજા ત્રણ વર્ષ ધો.3થી5 અને વર્ષના ત્રણ વર્ષ કલાસ 6થી8 જયારે આખરી ત્રણ વર્ષ ધો.9 થી 12ના હશે. નર્સરીમાં ચાર વર્ષના વિદ્યાર્થીને દાખલ કરાશે. જેથી ધો.12માં પહોંચે તો તે 18 વર્ષનો થઈ ગયો હોય છે અને આ સમગ્ર સિવાય 2022/23 ના શૈક્ષણિક વર્ષથી શરુ થશે અને તેથી આગામી શૈક્ષણિક વર્ષથી ધો.10ની બોર્ડ પરીક્ષા નહી હોય તે નિશ્ર્ચિત જણાય છે.

આ સમાચારને શેર કરો