ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની જાહેરાત કરી.
સરકારી નોકરીની તૈયારી કરતા હોય તે ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 500 પદ પર આ ભરતી અભિયાન હાથ ધરાશે. ખેતી મદદનીશની 436 જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે જ બાગાયત મદદનીશની 52 જગ્યાઓ અને અતિથિ ગૃહમાં મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવશે. આ ભરતી અભિયાન માટે ઉમેદવારો 1 જૂલાઈથી 20 જૂલાઈ સુધી ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે.


