‘ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો ખામીયુક્ત..’ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત નીપજયાં હતા. જેની સુનાવણીમાં હાઇકોર્ટે ફગાવેલી અરજી અંગે સુપ્રીમકોર્ટે ફરીથી અરજી કરવા હુકમ કર્યો છે. આ કેસની તપાસ CBIને સોંપવા અને તમામ આરોપીઓ સામે હત્યાની કલમ ઉમેરવા પીડિતોની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી હતી.
બ્રિજ દુર્ઘટનાની સુપ્રીમકોર્ટમાં સુનાવણી
જો કે હવે સુપ્રીમકોર્ટે ફરી પીડિત પક્ષને અરજી ફાઇલ કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટના અગાઉના ચુકાદાનો કોઇ બાધ્ય કે પ્રભાવ રહેશે નહી. સુપ્રીમકોર્ટે એમ પણ કહ્યું કે હાઇકોર્ટ દ્વારા કલમ-302નો ઉમેરો કરવાની દાદ માંગતી સંબંધિત પીડિત દ્વારા કરાયેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે, તે હુકમ અયોગ્ય અને ગેરકાયદે છે.
”હાઇકોર્ટનો ચુકાદો ખામીયુક્ત છે”
સુપ્રીમકોર્ટે એમ પણ કહ્યું કે, આ કેસમાં પોલીસ દ્વારા તપાસમાં ગંભીર ખામી રાખવામા આવી છે. એટલું જ નહી, SITની તપાસના રિપોર્ટમાં ખુદ નગરપાલિકા અને ઓરેવા કંપનીને દુર્ઘટના માટે જવાબદાર ઠરાવાઇ હોવા છતાં પાલિકાના કોઇપણ અધિકારીને આરોપી તરીકે જોડવામાં આવ્યા નથી.

