કોરોના દર્દીઓ માટે આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યો નવો પ્રોટોકલ

આરોગ્ય મંત્રાલય દ્વારા કોરોનાથી સાજા થયેલા લોકો માટે પોસ્ટ કોવિડ મેનેજમેન્ટ પ્રોટોકોલ જાહેર કરાયો છે. જેમાં આરોગ્ય મંત્રાલયે કોરોનાથી સ્વસ્થ થનારા લોકોનો યોગ અને પ્રાણાયામ કરવાની સલાહ આપી છે. ઉપરાંત મેડિટેશનની પણ સલાહ અપાઇ છે. અને સાજા થનારા લોકોને પુરતી માત્રામાં પાણી પીવાની સાથે જ સવાર અને સાંજે વોક કરવાનું પણ સૂચન કરાયું છે. અને સ્મોકિંગ અને આલ્કોહોલથી દૂર રહેવાની સલાહ અપાઇ છે. નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

  • સ્વાસ્થ્ય મંત્રાલયે પોસ્ટ કોવિડ 19 મેનેજમેન્ટ પ્રોટોકોલ જાહેર કર્યો છે. સંબંધિત પ્રોટોકોલમાં દર્દીની રિકવરી અને કમ્યુનિટી લેવલ પર વાયરસની ગતિ ઓછી કરવા માટે બનાવાયા છે. તેમાં ઈમ્યુનિટી વધારવા માટે ખાસ નુસખાની જાણકારી આપી છે. 
  • ઘરમાં ક્વોરન્ટાઈન રહીને રિકવર થનારા દર્દીમાં પ્રોટોકોલમાં અનેક વાતો સામેલ છે. પ્રોટોકોલના આધારે એવા દર્દી માસ્ક, હાથની સફાઈ અને રેસ્પિરેટરી હાઈજિનનો ખાસ ખ્યાલ રાખવો. સાથે જ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું ગંભીરતાથી પાલન કરો અને સાથે પર્યાપ્ત પ્રમાણમાં ગરમ પાણી પીવું.
  • ઈમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલયની દવાઓનો ઉપયોગ કરી શકાય છે. જો સ્વાસ્થ્ય પરમિશન આપે છે તો નિયમિત રીતે ઘરેલૂ કામ કરવું. ઓફિસનું કામ ધીરે ધીરે શરૂ કરકવું. સાથે લોકોએ સામાન્ય વ્યાયામ કરવાની જરૂર રહે છે. 
  • આ સિવાય હેલ્થનું ધ્યાન રાખવાની સાથે યોગાસન, પ્રાણાયામ અને મેડિટેશન કરો. ફિઝિશ્યન તેમાં બ્રિધિંગ એક્સરસાઈઝ પણ સૂચવે છે. શારીરિક ક્ષમતા અનુસાર રોજ મોર્નિંગ વોક અને ઈવનિંગ વોક કરવું. 
  • પૌષ્ટિક આહારને બેલેન્સ કરો. ફ્રેશ અને નરમ ખાવાનું ખાવું કારણકે તે સરળતાથી પચી જાય છે. પૂરતી ઊંઘ અને આરામનું પણ ધ્યાન રાખવું. આલ્કોહોલ અને ઘૂમ્રપાનનું સેવન ન કરો. ઘરમાં રહેવાની સાથે હેલ્થને સારી રીતે મોનિટર કરો. ખાસ રીતે તાપમાન, બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને પલ્સ ઓક્સીમેટ્રીની જાણકારી રાખો. 
  • સૂકી ખાંસી અને ગળામાં ખારાશ છે તો મીઠાના પાણીથી કોહળા કરો અને સ્ટીમ લો. તેને માટે આયુષ મંત્રાલયની દવાઓનો ઉપયોગ કરી શકાય છે. એક કપમાં રોજ આયુષ ક્વાથ મિક્સ કરો. દિવસમાં 2વાર 1-1 ગ્રામ સંશમની વટી લઈ શકો છો. 1-3 ગ્રામ ગિલોયનો પાવડર નિવાય પાણીમાં મિક્સ કરીને 15 દિવસ પીઓ. દિવસમાં 1 ગ્રામ અશ્વગંઘા કે 1-3 ગ્રામ અશ્વગંધા પાવડર દિવસમાં 2 વાર 15 દિવસ સુધી લો. 
  • સૂકી ખાંસી થાય તો 1-3 ગ્રામ મૂલેઠી પાવડર નિવાય પાણી સાથે દિવસમાં 2 વાર લો. સવાર અને સાંજે એક ચમચી ચ્યવનપ્રાશનું સેવન કરો. 
  • રિકવર થયા બાદ સોશ્યલ મીડિયા, ધાર્મિક ગુરુઓ, સમુદાયના નેતાઓ દ્વારા સકારાત્મક અનુભવ દોસ્તો અને સંબંધીઓ સાથે શેર કરો. અફવાહને દૂર કરીને લોકોને જાગૃત કરો. સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સ, સિવિલ સોસાયટી અને ઓર્ગેનાઈઝેશન અને ક્વોલીફાઈડ પ્રોફેશનલ્સની મદદ માટે આગળ આાવો. યોગ અને મેડિટેશનના ગ્રૂપ સેશનમાં ભાગ લો. સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરો. 

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો….. https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો