વાંકાનેર

વાંકાનેરના માટેલ નજીક ગ્રેડર મશીન હડફેટે વૃદ્ધનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલથી જામસર જવાના રસ્તા પર જીજે – 18 – એસએસ – 0499 નંબરના મોટર ગ્રેડર મશીનના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવી પાછળ જોયા વગર વાહન રિવર્સમાં ચલાવી રાજાભાઈ નંદાસીયા રહે.વરડૂસર ગામ વાળાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા રાજાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર રમેશભાઈ નંદાસીયા વાળાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગ્રેડર મશીનના ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો