વાંકાનેર: ખેરવા પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી…
(By Gani Patel)
આજ રોજ વાંકાનેર તાલુકાના ખેરવા ગામની ખેરવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
આજે વિશ્વ સિંહ દિવસ નિમિતે ખેરવા પ્રાથમિક શાળા પરિસરમાંથી દરેક વિધાર્થીઓ સાથે સ્ટાફગણ શાળા ગણવેશ સાથે ડ્રમ તાલના સથવારે આખા ગામમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંહની સલામતી અને વિકાસ માટે એટલે કે સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટેના નારા લગાવી જોરદાર માહોલ ઉભો કર્યો હતો. આ ઉપરાંત હજુ અભ્યાસ અર્થે ન જતાં બાળકોને ઘરે ઘરે સિંહના મોરા વાળા માસ્ક અર્પણ કર્યા હતાં જેથી બાળકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળેલો હતો.
બાળકોના આ પ્રયાસને સમગ્ર ગ્રામ જનોએ વધાવ્યો હતો.વિશ્વ સિંહ દિવસ 2024નું આયોજન મૂળભૂત રૂપે વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવ્યું હતું જેને ખેરવા પ્રાથમિક શાળાએ સહકાર આપી ઉજવણી કરી હતી.



