દોશી કોલેજના યોગાસન ખેલાડીઓની શાનદાર સિદ્ધિ: ત્રણ ગોલ્ડ મેડલ સાથે બહેનોની ટીમ રનર્સ-અપ

વાંકાનેરની દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ખેલાડીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ યોગાસન સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા; ૧ ભાઈ અને ૪ બહેનોની નેશનલ લેવલ માટે પસંદગી

વાંકાનેરમાં તા. ૦૫/૧૦/૨૦૨૬, સોમવારના રોજ ગાયત્રી મંદિર ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ યોગાસન સ્પર્ધાનું આયોજન દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં દોશી કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોલેજ તેમજ વાંકાનેરનું નામ રોશન કર્યું હતું.

સ્પર્ધામાં દોશી કોલેજની બહેનોની ટીમ રનર્સ-અપ રહી હતી. જ્યારે વ્યક્તિગત યોગાસન સ્પર્ધામાં કોલેજના એક ભાઈ અને બે બહેનોએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત આર્ટિસ્ટિક યોગ સ્પર્ધામાં પણ એક ગોલ્ડ મેડલ મળ્યો હતો.

આ સ્પર્ધાના આયોજનમાં કોલેજના ટ્રસ્ટીઓ, સેક્રેટરી ચિરાગભાઈ શેઠ, પ્રિન્સિપાલ ડૉ. વાય.એમ. ચુડાસમા, પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડૉ. વાય.એ. ચાવડા અને ડૉ. એસ. આર. લાવડીયા, એન્કરિંગમાં ડૉ. જાની અને ડૉ. જીગર નૈયા, રજીસ્ટ્રેશન કમિટીમાં ખ્યાતિબેન ત્રિવેદી, ડૉ. કોમલબેન કાલીયા, હેતલબેન ખીમસુરીયા, ભક્તિબેન ખરવર અને ડૉ. જય ખોરજા, તેમજ મદદનીશ ટીમમાં અલ્પેશ ગોહિલ, રામજીભાઈ કોરડીયા અને સોનલબેન સોલંકી સહિત વિદ્યાર્થીઓએ વિવિધ જવાબદારીઓ સંભાળી હતી.

કાર્યક્રમમાં નિખિલ દેવ (લીલાધર યોગાશ્રમ), આર.જે. જાડેજા (ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ શારીરિક શિક્ષણ નિયામક અને લકુલીશ યોગ યુનિવર્સિટીના ડીન), ડૉ. હરીશભાઈ રાબા (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ નિયામક), મયુરસિંહ જાડેજા (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓબ્ઝર્વર), નરેન્દ્રસિંહ જાડેજા (ભાવનગર યુનિવર્સિટી ડિપ્લોમા ઇન યોગ વિભાગ), પિયુષકુમાર જાડેજા (GYSA રેફરી અને ટેકનિકલ ઓફિસર), મીતાબા જાડેજા (ધ રાજકુમાર કોલેજ, રાજકોટ તથા GYSA રેફરી અને ટેકનિકલ ઓફિસર) અને કિર્તીભાઈ શુક્લા (ભાવનગર યુનિવર્સિટી ડિપ્લોમા ઇન યોગ વિભાગ) ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. વાય.એ. ચાવડા અને ખખ્ખર મહેકના માર્ગદર્શન હેઠળ દોશી કોલેજની બહેનોની ટીમે રનર્સ-અપનું સ્થાન મેળવ્યું હતું. વ્યક્તિગત પ્રદર્શનના આધારે એક ભાઈ અને ચાર બહેનો સહિત કુલ પાંચ વિદ્યાર્થીઓની નેશનલ લેવલ માટે પસંદગી થઈ છે. આ પાંચેય ખેલાડીઓ હરિયાણા ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે.

નેશનલ લેવલ માટે પસંદ થયેલા ખેલાડીઓ

ભાઈઓમાં:
વસાણીયા તુષાર દીપકભાઈ (વાંકાનેર) — સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં બીજી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો.

બહેનોમાં:
ચાવડા સાક્ષી જીતેન્દ્રભાઈ (વાંકાનેર) — ટીમ કેપ્ટન અને નેશનલ ટીમમાં પસંદગી.

ચૌધરી રાબિયા ઇલમુદીન (તીથવા) — યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ.

વોરા કિંજલ જીતેન્દ્રભાઈ (રાતી દેવડી) — આર્ટિસ્ટિક યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ.

થુલેટિયા રેણુકા ભુપતભાઈ (ગારિયા) — યુનિવર્સિટી યોગ સ્પર્ધામાં સિલ્વર મેડલ.

ચેમ્પિયન બનેલા ખેલાડીઓ

ભાઈઓમાં:

  1. વસાણીયા તુષાર દીપકભાઈ (વાંકાનેર)

બહેનોમાં:

  1. થુલેટિયા રેણુકા ભુપતભાઈ (ગારિયા)
  2. ચાવડા સાક્ષી જીતેન્દ્રભાઈ (વાંકાનેર)
  3. ચૌધરી રાબિયા ઇલમુદીન (તીથવા)
  4. વકાલિયા ફેજીલાબાનુ રિફાકતહુસેન (તીથવા)
  5. વિઠ્ઠલપરા પ્રિયાંશી રમેશભાઈ (સિંધાવદર)
  6. પરમાર કાજલ હકાભાઈ (વઘાસીયા)

આર્ટિસ્ટિક યોગ

વોરા કિંજલ જીતેન્દ્રભાઈ (રાતી દેવડી) — ગોલ્ડ મેડલ

આ સિદ્ધિ વાંકાનેર અને દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માટે ગૌરવની ઘટના બની છે. ખેલાડીઓની આ સફળતા બદલ દોશી કોલેજના ટ્રસ્ટીઓ, આચાર્ય અને સમગ્ર દોશી કોલેજ પરિવારે ખેલાડીઓ તથા રમતગમતના અધ્યાપક ડૉ. વાય.એ. ચાવડાને અભિનંદન પાઠવી આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

#Wankaner #DoshiCollege #Yoga #Yogasana #SaurashtraUniversity #GoldMedal #NationalLevel #Sports #WankanerNews #KaptaanNews

આ સમાચાર શેર કરો

Follow Us on