વાંકાનેર-લજાઇ રોડ પર વડસર નજીક આવતીકાલે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લી.ના નવા પેટ્રોલ પંપ “આલ્ફા ભારત એનર્જી સ્ટેશન”નો શુભારંભ અલ્હાજ પીર સૈયદ વિઝારત હુશેન બાવા સાહેબના હસ્તે થશે, ત્યારે આ ઉદઘાટન સમારંભમાં તમામ મિત્રો,સ્નેહીજનો, શુભેચ્છકોને તેમજ વાંકાનેર શહેર અને તાલુકાની જનતાને પધારવા આલ્ફા ભારત એનર્જી સ્ટેશન તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ ઉદઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, જવાહર ચાવડા (પૂર્વ કેબિનેટ મંત્રી), હાજી હનીફ ઈસાભાઈ જુણેજા (ઝાઇસા રિયાલીટી-રાજકોટ), અરપીત બંસલ (ટેરેટરી મેનેજર BPCL-રાજકોટ) તથા સમીર સારડા (Dy, S.P.) ખાસ હાજરી આપશે.