રાજ્યની 8326 ગ્રામ પંચાયતોમાં 22 જૂને મતદાન અને 25મી એ પરિણામ…
આજે રાજ્યની 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરાઈ છે. ગ્રામ પંચાયતોમાં સામાન્ય,મધ્યસત્ર અને પેટાચૂંટણી યોજવાની બાકી હોવાથી આજે તેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા કલેક્ટરો સાથે તમામ તૈયારીઓ અંગે વીડિયો કોન્ફરન્સથી ચર્ચાઓ કરી હતી.
રાજ્ય ચૂંટણી કમિશ્નર એસ. મુરલીક્રિષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા કહ્યું હતું કે, આજે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. 22 જૂને રાજ્યની 8326 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે. જ્યારે 25 જૂને પરિણામ જાહેર કરાશે. સોમવારે બીજી જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે. 3638 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. 9 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. 10 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરાશે. 11 જૂન ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિત લાગુ થશે.
બીજી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. 22 જૂને સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 1.30 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. 16500 મતદાન મથકો પર મતદાન યોજાશે. બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 5115 સરપંચોની બેઠક પર મતદાન થશે. 28300 જેટલી મતપેટીઓનો ઉપયોગ થશે.

