Placeholder canvas

ગોપાલ અને ગઢવીનું મિશન 2022 શરૂ: વિજય સુવાળા અને મહિપતસિંહ ચૌહાણ ‘આપ’ માં

ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં જાણીતા પત્રકાર ઈસુદાન ગઢવીના જોડાઈ જવાથી રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આપ એ તેમના ટ્વીટર પર ગુજરાત- મિશન 2022 લખી નાખ્યું છે. વિધાનસભાની આગામી ચૂંટણીને હજુ ઘણી વાર છે, તે પહેલાં આપ દ્વારા મિશન 2022નું રણશીંગુ ફૂંકી દેવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પત્રકાર ઈસુદાન ગઢવીની જોડી જાણીતા ચહેરાઓને આપમાં જોડી રહી છે. આ અનુસંધાનમાં છેલ્લા કેટલાક દિવસમાં કેટલાક જાણીતા લોકોને આપમાં જોડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીમાં આજે ગોપાલ અને ગઢવીની હાજરીમાં જાણીતા કલાકાર વિજય સુવાળા અને સર્વ સમાજ સેનાના અધ્યક્ષ મહિપતસિંહ ચૌહાણ આપમાં જોડાયા છે.

વિજય સુવાળાના ગુજરાતના અનેક લોકો ચાહે છે, તેમના ગીતો અને ભજનોથી લઈને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ હીટ છે. તેઓ ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં ખૂબ લોકચાહના ધરાવે છે.સુવાળા સંગીત અને ધર્મની સાથે જોડાયેલા છે અને તેમને અનુસરતા લોકોનો વર્ગ મોટો છે તેમના જોડાવાથી મોટો વર્ગ આપ તરફી થઈ શકે છે. જ્યારે ખેડા જિલ્લાના વસો તાલુકાના હાલાલા ગામના પૂર્વ સરપંચ અને સર્વ સમાજ સેનાના અધ્યક્ષ મહિપતસિંહ ચૌહાણ તેઓ વર્ષ 2016માં સરપંચની ચૂંટણીમાં ઝંપલાવીને જીત્યા હતા. તેમણે બે વર્ષમાં જ પોતાના ગામને સ્માર્ટ વિલેજ બનાવ્યું હતું

આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાન સાથો સાથ સમગ્ર રાજ્યમાં જાણીતા રાજકીય, સામાજિક અને જાહેર જીવનના ચહેરાઓને જોડવાની કોશીષ કરી રહી છે. આ મિશન ખૂબ ધૈર્ય સાથે ગોપાલ-ગઢવી જોડી ચલાવી રહી છે. પાર્ટીના નેતાઓ કેજરીવાલની સ્વચ્છ છબીની વિચારધારા મુજબ કેટલાક કર્મશીલોને શોધી રહ્યા છે. થોડા દિવસ પહેલાં સેલિબ્રિટી રેડિયો જોકી આર.જે આશિષને પણ આપમાં વડોદરા શહેરના કાર્યક્રમમાં જોડવામાં આવ્યા હતા. આમ અનેક જાણીતા ચહેરાઓ આપમાં જોડાઈ રહ્યા છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો