ગુડ ન્યુઝ: પહેલા જ વરસાદમાં મચ્છુ નદીમાં આવ્યું પુર : રાણેકપર સહિત તમામ ચેકડેમ ઓવરફ્લો…!!!

વાંકાનેર ગત રાત્રે ચાલુ થયેલો વરસાદ લગભગ આખી રાત વધતા ઓછા પ્રમાણમાં ચાલુ રહ્યો પવન પણ ઓછો હતો ધીમીધારે સતત ચાલુ રહેલા વરસાદના કારણે ખેતીમાં ખૂબ સારો લાભ થશે છેલ્લા ત્રણ દિવસથી વાંકાનેર પંથકમાં વરસાદ પડી રહ્યો છે અને આ તમામ વરસાદના કારણે વાવણી લાયક વરસાદ થઈ ગયો એવું ખેડૂતો કહી રહ્યા છે આ વાત સાથે એક મહત્વના ગુડ ન્યુઝ સામે આવ્યા છે

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ પાસે આવેલી મચ્છુ નદીમાં રાજાશાહી વખત નો ચેકડેમ બનેલો છે, આ જ ચેકડેમ ભરાતા ખૂબ સમય લાગે છે. પરંતુ આ વર્ષે બન્યું છે એવું થયું કે ચોમાસાના પહેલા વરસાદે જ આ ચેકડેમ ઓવરફ્લો કરી દીધો છે આજે વહેલી સવારે રાણેકપરનો ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા જતાં અહીંના આસપાસના ખેડૂતોને ખેતીમાં લાભ થશે અને તેઓ ખુશ થઈ ગયા છે.

અહીં નોંધવા જેવી બાબત એ છે અસોઈનદીમાં હજુ પાણી નથી આવ્યું, પરંતુ મચ્છુ નદીનું પાણી છેક મચ્છુ-2 ડેમમાં પહોંચી ગયુ છે. ગત રાત્રે ચોટીલા બાઉન્ડ્રી ભલગામ મેંસરિયા વિસ્તારમાં ખૂબ સારો વરસાદ હતો જેમના કારણે મચ્છુનદી રસિકગઢથી મચ્છુ-2 ડેમ સુધી બે કાંઠે વહી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગારીયાના ચેકડેમથી ઉપર મચ્છુ નદીમાં ખાસ પાણી નથી થોડું ઘણું પાણી આવ્યું છે પરંતુ ચોટીલા વિસ્તારમાં વધુ વરસાદ હોવાના કારણે પાજના મચ્છોરામાં વધુ પાણી આવ્યું અને એમને મચ્છુપરનો રસીગઢના ચેકડેમ સહિત નીચવાસના તમામ ચેકડેમ ઓવરફ્લો કરીને મચ્છુ નદીનું પાણી છેક મચ્છુ-2 ડેમમાં પહોંચાડી દીધું…!!!

જુવો વિડીયો…..

આ સમાચારને શેર કરો