રાજકોટ: ગોંડલ ચોકડી પાસે કાર ડિવાઇડર ઠેકીને ટ્રાવેલ્સની બસ સાથે અથડાઇને થઈ ભૂકો…
રાજકોટ: ગોંડલ ચોકડી નજીક તુલિપ પાર્ટી પ્લોટ પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી કાર ડિવાઈડર કૂદી સામેથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ સાથે અથડાઈ હતી. જેમાં કારચાલકને ઈજા પહોંચી હતી. બનાવના પગલે અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. બનાવ અંગે ખાનગી ટ્રાવેલ્સના ચાલકની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે. ઘટના અંગે વાયરલ થયેલા વીડિયોમાં કારમાં દારૂની બોટલ પણ હોવાનું નજરે પડી રહ્યું હતું. ત્યારે ચાલક નશો કરી વાહન ચલાવતો હતો કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

