“ફરવા જઈએ છીએ… કે માત્ર ફોટા પાડવા?” 📸

એક સમય હતો જ્યારે લોકો ફરવા જતા ત્યારે જગ્યા જોતા…

સ્થાનિક લોકોને મળતા, ત્યાંનું ખાવાનું ખાતા, આસપાસની સંસ્કૃતિ સમજતા અને પાછા ફરતી વખતે ઘણી બધી યાદો સાથે લાવતા.

આજે પણ આપણે ફરવા જઈએ છીએ.

પણ વચ્ચે એક વસ્તુ બહુ બદલાઈ ગઈ છે…

જગ્યા કરતાં મોબાઇલનો કેમેરો વધુ મહત્વનો બની ગયો છે! 😄

જગ્યા પર પહોંચ્યા.

પહેલા ફોટો.

પછી સેલ્ફી.

પછી રીલ.

પછી સ્ટોરી.

અને અંતે કેપ્શન—

“વાહ! શું ટ્રિપ હતી!” 😂

પણ એક સવાલ છે…

આપણે ખરેખર જગ્યા જોઈ કે માત્ર મોબાઇલના કેમેરામાં જોઈ?

પ્રવાસનો અર્થ માત્ર એક શહેરમાંથી બીજા શહેરમાં પહોંચવું નથી.

પ્રવાસ એટલે નવી જગ્યા જોવી, નવા લોકોને સમજવા, નવી સંસ્કૃતિ અનુભવવી અને પોતાની નજરથી દુનિયાને થોડું વધુ ઓળખવી.

કોઈ ગામમાં જાઓ તો ત્યાંના માણસ સાથે બે મિનિટ વાત કરો.

સ્થાનિક ખોરાક ચાખો.

સ્થાનિક કારીગરનું કામ જુઓ.

એ જગ્યાનો ઇતિહાસ જાણો.

કદાચ ત્યારે સમજાશે કે પ્રવાસ માત્ર ફોટોગ્રાફી નથી…

પ્રવાસ અનુભવ છે.

આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આપણું કંઈક છોડીને પણ આવીએ છીએ.

ક્યારેક કચરો.

ક્યારેક પ્લાસ્ટિક.

ક્યારેક કુદરતને નુકસાન.

એટલે સારો પ્રવાસી એ માત્ર સુંદર ફોટો પાડે એવો નથી.

સારો પ્રવાસી એ છે જે જ્યાં જાય ત્યાંની સુંદરતા જાળવીને પાછો આવે.

આજના સમયમાં પ્રવાસન માત્ર મોજમજા નથી. તે સ્થાનિક લોકો, નાના વેપારીઓ, કારીગરો અને ગામડાંની અર્થવ્યવસ્થા સાથે પણ જોડાયેલું છે.

એટલે કોઈ નવી જગ્યાએ જઈએ ત્યારે ત્યાંના લોકો પાસેથી કંઈક ખરીદવું, સ્થાનિક વ્યવસાયને ટેકો આપવો અને તેમની સંસ્કૃતિનો આદર કરવો—આપણો નાનો સહયોગ બની શકે.

આગામી વખતે ફરવા જાઓ ત્યારે એક કામ કરજો…

થોડીવાર માટે મોબાઇલ ખિસ્સામાં મૂકી દેજો.

કદાચ એ ક્ષણે તમને એવી કોઈ વસ્તુ દેખાશે, જે કેમેરામાં ક્યારેય કેદ ન થઈ શકે.

કોઈ અજાણ્યા માણસનું સ્મિત.

કોઈ ગામની શાંતિ.

સૂર્યાસ્તની શાંતિ.

અથવા પોતાના પરિવાર સાથે વિતાવેલી એવી એક ક્ષણ…

જેની કોઈ રીલ બનવાની નથી, પણ જે આખી જિંદગી યાદ રહેવાની છે.

કપ્તાનની વાત…

પ્રવાસની સૌથી સારી યાદી એ નથી જે મોબાઇલની ગેલેરીમાં સચવાય…

સૌથી સારી યાદી એ છે જે ઘરે પાછા આવ્યા પછી પણ મનમાં જીવતી રહે.

આ સમાચાર શેર કરો

Follow Us on