કાળમુખી આગ: એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત, માતા-પિતા અને બે પુત્રો જીવતા ભડથું…
ગોધરા: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આજે વહેલી સવારે એક અત્યંત હૃદય કંપાવનારી અને કરુણ ઘટના બની છે. ગોધરાના બામરોલી રોડ સ્થિત ગંગોત્રીનગર-૨ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના ચાર સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
🕯️ દોશી પરિવાર પર આભ તૂટ્યું
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે આ રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. આગે ગણતરીની મિનિટોમાં જ આખા મકાનને પોતાની લપેટમાં લઈ લીધું હતું. આ દુઃખદ ઘટનામાં દોશી સમાજના એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નિપજ્યા છે, જેમાં માતા-પિતા અને તેમના બે પુત્રોનો સમાવેશ થાય છે.
💨 ધુમાડા અને ગૂંગળામણને કારણે મોતની શક્યતા
આગ લાગ્યાની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બુઝાયા બાદ જ્યારે મકાનની અંદર તપાસ કરવામાં આવી, ત્યારે ચારેય સભ્યોના મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ, આગને કારણે થયેલા ભારે ધુમાડા અને ગૂંગળામણને લીધે આ પરિવારના સભ્યોનું મોત થયું હોવાની શક્યતા છે. જોકે, મૃતદેહો સળગી જતાં તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
મૃતકોના નામ
- પિતા કમલભાઈ દોશી (ઉ.વ. 50)
- માતા દેવલબેન દોશી (ઉ.વ. 45)
- પુત્ર દેવ (ઉ.વ. 24)
- પુત્ર રાજ (ઉ.વ. 22)
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મકાનમાં આગ લાગવાના કારણો જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
એક જ પરિવારના ચાર સભ્યોના આ કરુણ અને હૃદયદ્રાવક મોતને કારણે સમગ્ર ગોધરા શહેરમાં અને દોશી (જૈન) સમાજમાં ઘેરા શોક અને ગમગીનીની લાગણી વ્યાપી ગઈ

