વાંકાનેર: પંચાસર રોડ પર જુગાર રમતા પાંચ પકડાયા

વાંકાનેર : વાંકાનેરમાં પંચાસર રોડ પર જુગાર રમતા 5 શખ્સો પકડાયા છે. આ પાંચેય શખ્સો સામે જુગાર ધારા હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે વાંકાનેરના પંચાસર રોડ પર નવાપરા શેરી નં. 1ના નાકા પાસે જુગાર રમતા ભરતભાઇ અરવીંદભાઇ વીંજવાડીયા, શંકરભાઇ નાગજીભાઇ પાડલીયા, રોહીતભાઇ જગદીશભાઇ વીંજવાડીયા, સહદેવભાઇ વાલજીભાઇ ડાંગરોચા અને હર્ષદભાઇ ધીરૂભાઇ સેટાણીયાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 6,960 તથા મોબાઈલ મળી કુલ રૂ. 23,460 જપ્ત કર્યા છે. તેમજ પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •