Placeholder canvas

મહિલાને 9 મહિના સુધી ન દેખાયા પ્રેગ્નેન્સીના લક્ષણ, ટોઈલેટ સીટ પર આપ્યો બાળકને જન્મ

ઘણીવાર એવી ઘટના ઘટતી હોય છે કે એ ઘટના જાણીને ખૂબ આશ્ચર્ય થાય..!! અને કયારેક તો એવું પણ થાય કે એ ઘટના પર હસવુ કે રડવું એ જ ખબર ન પડે…! દુનિયામાં ઘણી બધી આવી ઘટનાઓ ઘટતી રહે છે અને લોકોને ખૂબ આશ્ચર્ય થાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની છે, જો કે એ ભારતની નથી પણ ટેક્સાસના ડલાસની છે. આ તો.. વાચકોની જાણકારી માટે લખી નાખ્યું….. બસ…. એમ જ …. હો…

ટેક્સાસના ડલાસમાં રહેતી 33 વર્ષીય એડ્રિયન ગ્રેસને પોતાના છઠ્ઠા બાળકને જન્મ આપ્યો છે. ચોંકાવનારી વાત છે કે પ્રેગ્નેન્સીમાં એડ્રિયનને કોઈ લક્ષણ ન દેખાયા અને તેનું વજન પણ ન વધ્યું. અહીં સુધી કે તેનું બેબી બમ્પ પણ ન દેખાયું. તેને ખૂબ વધારે બ્લોટિંગ અને દુખાવો થતો હતો માટે તે ટોઈલેટ ગઈ અને ત્યાં જ તેણે પોતાના છઠ્ઠા બાળકને જન્મ આપ્યો. દુઃખની વાત એ છે કે જન્મ લેનાર બાળક ફસાઈ ગયું અને તેમને કાઢવા માટે ફાઈટરની સેવા લેવી પડી હતી. આજુબાજુમાં તોડીને બાળકને સલામત રીતે ટોયલેટમાંથી કાઢ્યું હતું.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો