સિંધાવદરની ગત્રાળ પ્રાથમિક શાળામાં કર્મયોગી વન કાર્યક્રમ અંતર્ગત 111 ફળફળાદીના રોપા વાવવામાં આવ્યા.
સિંધવાદર: આજે સિંધાવદર ગામે કર્મયોગી વન કાર્યક્રમ અંતર્ગત ગાત્રાળનગર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ ઉત્સવમાં માજી સરપંચ ઈસ્માઈલભાઈ પરાસરા , મંત્રી સૌરભ પટેલ ,ગ્રામસેવક ઈરફાનભાઈ , શાળાના આચાર્ય ઝાકિર શેરસીયા ,શાળાનો તમામ સ્ટાફ ,એસ.એમ.સી.ના તામામ સભ્યો,અને ગ્રામજનોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બાનાવ્યો હતો.
આજના કાર્યક્રમમાં કર્મયોગી વન અંતર્ગત શાળાના મેદાનમાં ૧૧૧ વૃક્ષો વાવવામાં આવ્યા. આ તમામા વૃક્ષોમાં ફળફળાદીના કલમી રોપા વાવવામાં આવ્યા. તમામા વૃક્ષોને પ્રોટેકસન માટે 6 ફૂટના લોખંડની જારીવાળા પીંજરા રાખવામાં આવ્યા છે. આ તમામા વૃક્ષોની માવજત ગાત્રાળનગર પ્રાથમિક શાળાનો સ્ટાફ કારશે તેવા સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.


