વાંકાનેર: ગારીયા પ્રાથમિક શાળાની કૃતિને જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમ મેળવ્યો…

વાંકાનેર તાલુકાના જૂના ગારીયા ગામની પ્રાથમિક શાળા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ ના જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં કૃતિ મુકવામાં આવી હતી જેમાં જિલ્લા કક્ષાના પ્રદર્શનમા વિભાગ ૩ માં જૂના ગારીયા પ્રાથમિક શાળાની કૃતિ પ્રથમ ક્રમાંકે પસંદ થયેલ છે.

આ બાળ વૈજ્ઞાનિકો તેમજ ગારીયા ગામના શિક્ષક સ્ટાફ આચાર્ય ભરવાડ ધીરજભાઈ, હરવિજયસિંહ. ડી.પરમાર,ઝાલા અલ્પેશભાઈ,નેસડિયા મનાલીબેન અને પરમાર હેમાલીબેન માર્ગદર્શક શિક્ષક અને સમગ્ર સ્ટાફગણને ખૂબ ખૂબ અભિનંદન તેમજ ઝોન કક્ષાએ પણ પ્રથમ ક્રમાક પ્રાપ્ત થાય તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સમાચાર શેર કરો

Follow Us on