Placeholder canvas

વાંકાનેર:ગારીયામાંથી દારૂ સાથે એક ઝડપાયો, ત્રણના નામ ખુલ્યા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીયાના યજ્ઞપુરૂષનગર તાલુકા પોલીસે રહેણાંકના મકાનમાં દરોડો પાડી દેશી તેમજ વિદેશી દારૂનો રૂપિયા 21,900નો મુદ્દામાલ પકડી પાડી એક આરોપીને ઝડપી લઇને તેમની પાસેથી ત્રણના નામ ખોલાવેલ છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે ગારીયાના યજ્ઞપુરૂષનગરમાંથી વિવેકભાઇ મંછારામભાઇ ગોંડલીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા રહેણાંકમાથી મેકડોવેલ્સ નંબરવનની 24 બોટલ કિંમત રૂપિયા 9000, રોયેલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હિસ્કીની 20 બોટલ કિંમત રૂપિયા 10,400 તેમજ દેશી દારૂ 125 લીટર કિંમત રૂપિયા 2500 સહિત કુલ રૂપિયા 21,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વધુમાં પોલીસે આરોપી વિવેકની પૂછપરછ કરતા તેમને વિશાલ મંછારામ બાવાજી, કીશન નરોતમભાઇ બાવાજી અને કિશનભાઇ ઉર્ફે વિજય જીવરાજભાઇ કોળી રહે.તમામ ગારીયા વાળાની સંડોવણી હોવાની કબૂલાત આપતા પોલીસે ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો