Placeholder canvas

વાંકાનેર: ગારીયા ગામે મૈત્રી કરાર બાબતે બે શખ્સોએ કર્યો આધેડ પર હુમલો

વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે રહેતા યુવકે આરોપીની પત્ની સાથે મૈત્રી કરાર કરેલ હોય, જે બાબતનો ખાર રાખી બે શખ્સોએ યુવકના પિતા પર છરી વડે હુમલો કરી તથા લાકડાના ધોકા વડે માર મારતા બાબતે આધેડે બે શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જુના ગારીયા ગામ ખાતે રહેતા ફરિયાદી દેવાભાઇ ઉર્ફે દેવરાજભાઈ મેરામભાઈ વાલાણીએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ચંદુભાઈ ચોથાભાઈ સરવૈયા (રહે. ગારીયા) તથા એક અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના દિકરા ભરતએ આરોપી ચંદુભાઈની પત્ની કાજલ સાથે મૈત્રી કરાર કરેલ હોય, જે બાબતેનો ખાર રાખી ગઇકાલે આરોપી ચંદુભાઈ તથા એક અજાણ્યા શખ્સે ફરીયાદી પર હુમલો કરી બંન્ને પગમા છરીના ઘા મારી તથા લાકડાના ધોકા માર મારી ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે દેવાભાઇની ફરિયાદ પરથી બંને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૧૧૪, તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

આ સમાચારને શેર કરો