Placeholder canvas

ઘુનડામાં લમ્પી વાયરસથી મૃત્યુ પામેલી ગાયોને સમાધિ આપવાની કામગીરી કરતું ગરબી મંડળ…

મોરબી : મોરબી જિલ્લામાં લમ્પી વાયરસ કારોકેર વર્તાવી રહ્યો છે, આ વાયરસના કારણે ટપોટપ ગાયોના મોત થઈ રહ્યા છે. સૌથી મોટો પ્રશ્નો આ મૃત ગાયોના નિકાલનો છે, જેમાં તંત્ર વામણું પુરવાર થયું છે. ત્યારે ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે શક્તિ ગરબી મંડળ ઘુનડા (સ)ના પ્રમુખ હરેશભાઇ નારણભાઈ પાટડિયા, સભ્ય,બાબુભાઈ ગોવિંદભાઈ પાટડિયા, રાજેશભાઇ વશરામભાઈ સિંધવ, રમેશભાઈ થોભણભાઈ રંગપરિયા, જેસીબી ડ્રાઇવર કાળુભાઇ સહિતના લોકો હાલ રેઢિયાળ ગાયો લમ્પી રોગના કારણે મરણ પામતા આ તમામ ગાયને માન સન્માનભેર સમાધી આપી છે.

ઘુનડા (સ) ગામે શક્તિ ગરબી મંડળ ઘુનડા (સ)ની ટીમ ગાયોની સેવા કરી રહી છે અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કારણે 25 મૃત્યુ પામેલી ગાયોને સમાધિ આપીને વધુ આ ચેપી રોગ ન ફેલાય તેવા પ્રયાસો કરી રહી છે. હાલમાં ગામમાં 200 ગાય રેઢિયાળ હોવાનું મંડળ જણાવી રહ્યું છે. હજુ પણ કેટલી ગાયોમાં આ લમ્પી વાયરસના લક્ષણ દેખાઈ રહ્યા છે, ત્યારે આ ગાયોને પ્રથમ તો સારવાર આપી તેને બચાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. અને આમ છતાં તે મૃત્યુ પામે તો તેમને સીમમાં જેસીબી દ્રારા ખાડો કરીને માનભેર સમાધિ આપવામાં આવે છે. આ આપત્તિના સમયે ગરબી મંડળની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/La4en7grq3dF22mVuLveiN

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…

નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો. https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો