વાંકાનેર: વાલાસણ ગામે પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમનુ આયોજન કરાયું.
વાંકાનેર: આજ આઈસીડીએસ વાંકાનેર ઘટક એક ના પીપળીયારાજ સેજાના વાલાસણ ગામ ખાતે પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમનુ આયોજન કરેલ જેમાં સગર્ભા બહેનોને સાત્વિક ભોજન, પૌષ્ટિક આહાર વિશે માર્ગદર્શન આપેલ તેમજ યોગાભ્યાસ અને હળવા વ્યાયયામ માટે પ્રેરિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સગર્ભા બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપેલ તેમજ સરપંચ કડીવાર બસીર ફતેહમાહમદભાઇ દ્વારા સગર્ભા બહેનોને પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


