વાંકાનેર: ગાંગીયાવદર પ્રા. શાળાના શિક્ષકની બદલી થતા ગામલોકોએ ભીની આંખે વિદાય આપી.

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગાંગિયાવદર ગામમાં આવેલી શ્રી ગાંગીયાવદર પ્રા. શાળામાં 2007થી ફરજ બજાવતા શિક્ષક વસંતભાઈ ચૌહાણ આજે જિલ્લા ફેર બદલીમાં પોતાના વતન ખેડા જિલ્લામાં બદલી થતા આજે ગાંગીયાવદર ગામના આગેવાનો તથા ગામ લોકો દ્વારા વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ વિદાય કાર્યક્રમમાં ગામમાં ઢોલ સાથે ઘોડા ઉપર ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો જેમાં શાળાના બાળકો, શિક્ષકો, ગામના સરપંચ, ઉપ સરપંચ સહિત સામાજિક આગેવાનો, ગામના લોકો તથા મહિલાઓ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં અને ગામમાં પહેલી વાર આવો વિદાય કાર્યક્રમ રાખેલ જેમાં વિદાય લેતા શિક્ષક ધ્રુસકે ધ્રુસકે રડતા ગામના લોકોની પણ આંખો ભીની થઇ ગઈ હતી.

શિક્ષક વસંતભાઈ ચૌહાણ 17 વર્ષથી એકજ ગામમાં નોકરી કરીને તેમને દરેક જ્ઞાતિના લોકોના હ્ર્દયમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેથી ગામમાં રહેલા દરેક જ્ઞાતિના લોકોની આ વસમી વિદાયથી આંખો ભીની થઈ ગઈ હતી. અને પોતાના શીક્ષકને વિદાય આપી હતી, તેઓ વતનમાં શ્રેષ્ટ કામગીરી કરે અને ખૂબ માન સન્માન મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ સમાચારને શેર કરો