Placeholder canvas

સવાચાર લાખ મુદામાલ સાથે 8 પતા પ્રેમીને પકકડી પાડતી ટંકારા પોલીસ…

ટંકારા: ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં નેકનામ થી કોઠારીયા જવાના રસ્તે નીલેષ હરજીભાઇ રહે-રાજકોટ વાળા નેકનામ-કોઠારીયા રોડ પર આવેલ પોતાના એ.વી.એન. ખુરશીના કારખાનામાં બહારથી માણસો બોલાવી ગે.કા. રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરીપાડી તેની અવેજમાં નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોય જે આધારે હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા પોલીસે નીલેષ હરજીભાઇ ઉ.વ. ૪૦ રહે. રાજકોટ નવીન જસમતભાઇ ઉ.વ.૪૭ રહે નેકનામ તા.ટંકારા જી.મોરબી ચેતન ધીરજલાલ ઉ.વ.૩૨ રહે નેકનામ તા.ટંકારા જી.મોરબી કલ્પેશ માવજીભાઈ રહે. મોરબી હસમુખ ઠાકરશીભાઇ ઉ.વ.૪૫ રહે. મોરબી મનીષ લાલજીભાઇ ઉ.વ.૨૫ રહે. મોરબી સુપ્રિત ત્રિભોવનભાઇ ઉ.વ.૩૩ રહે.મોરબી કુલ ૭ જુગારીઓને રોકડા રૂ. ૪,૨૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા જુગારધારા ક્લમ૪,૫મુજબ ધોરણ સર કાર્યવાહી કરવામા આવેલ છે. જ્યારે એક આરોપી ગોરધન મોહનભાઇ રહે. મેટોડા તા પડધરી જી.રાજકોટ ને અટક કરવાના બાકી છે.

ઉપરોકત કામગીરીમાં ટંકારા પો.સબ.ઇન્સ. એમ.જે.ધાધલ, એ.એસ.આઇ ભાવેશભાઇ વરમોરા, પો.હેડ.કોન્સ. વીજયભાઇ બાર, પો.કોન્સ. મહેશદાન ઇશરાણી, પો.કોન્સ. કૌશીકકુમાર પેઢડીયા, પો.કોન્સ. વિપુલભાઈ બાલાસરા, પો.કોન્સ. સીધ્ધરાજસિંહ ઝાલા સહિતના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.

આ સમાચારને શેર કરો