Placeholder canvas

વાંકાનેરના સીંધાવદરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેરમાં પોલીસે જાહેરમાં તીનપત્તિનો.જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે હનુમાનજીના મંદિર પાસે આવેલ ખુલ્લા પટ્ટમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જાહેરમા જુગાર રમતા જેન્તીભાઇ કરશનભાઇ મકવાણા, ગીરીશભાઇ તુલસીભાઇ મકવાણા, ગીરીરાજભાઇ ખેંગારભાઇ મકવાણાને રોકડ રૂ.2,170 સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો