ટંકારા: સજ્જનપરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર

By Jayesh Bhatashna (Tankara)

ટંકારા તાલુકાના સજ્જનપર ગામમાં 6 શખ્સો જુગાર રમતા, જેમાંથી ત્રણ શખ્સો ઝડપાયા છે. અને ત્રણ શખ્સો ફરાર થઇ ગયા છે. આ તમામ 6 શખ્સો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

તા. 21ના રોજ સજ્જનપર ગામે સાગર ગૌશાળાની બાજુમા આવેલ ખરાબામા બાવળની ઝાડીમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ શખ્સો પકડાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 16,400 તથા બે મોટરસાયકલ મળી કુલ રૂ. 46,400નો મુદામાલ કબ્જે કર્યો છે. આ બનાવમાં પોલીસે ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પરસોતમભાઇ અમરશીભાઇ કારેલીયા અને સામતભાઇ કરશનભાઇ કરકટાનની અટકાયત કરી છે. તેમજ રેઇડ દરમિયાન નાશી છૂટેલા આરોપીઓ રસીકવન બાબુવન ગૌસ્વામી, મુકેશભાઇ લાલજીભાઇ સાબરીયા તથા હનીફભાઇ નુરાભાઇ વકાલીયાને પકડવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •