નદીના ખુલ્લા પટમાં ‘તીન પત્તી’નો દાવ! વાંકાનેર સિટી પોલીસે પાંચ જુગારીઓને રંગેહાથ ઝડપ્યા
વાંકાનેર: વાંકાનેર સિટી પોલીસ ટીમે જાહેર માર્ગ પર જુગાર રમતા ઈસમો પર તવાઈ ઉતારી છે. ખાનગી અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે સીટી સ્ટેશન રોડ પર આવેલી આઝાદ ગોલા વાળી શેરીના પાછળના ભાગે નદીના ખુલ્લા પટમાં ઓચિંતા દરોડા પાડ્યા હતા.
આ સ્થળે પાંચ શખ્સો તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા, જેમને પોલીસે રોકડ રકમ સહિત મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં (૧). અનિલભાઈ રમેશભાઈ સુવાળીયા, (૨). જયસુખભાઈ જીતુભાઈ સુવાળીયા, (૩). અનિલભાઈ ગુલાબભાઈ માંગરોલીયા, (૪). ઈસ્માઈલભાઈ મામદભાઈ શેખ અને (૫). હુસેનભાઇ રાયબભાઈ કટિયા નો સમાવેશ થાય છે.
પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ સહિત કુલ રૂ. 1950/- (ઓગણીસસો પચાસ) નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

