વાંકાનેર: રાતીદેવળી ગામ નજીકથી 4 જુગાર રમતા ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ નજીક આવેલ અમરદીપ નામની ફેકટરીના પાછળના ભાગે કેટલાક શખ્સ જાહેરમા જુગાર રમતા હોવાની બાતમીના આધારે વાંકાનેર સિટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા(૧) પ્રવિણસિંહ ધીરૂભા ઝાલા (૨) વિનોદભાઇ હમીરભાઇ વોરા (૩) એહમદહુશેનભાઇ અબ્દુલભાઇ અમરેલીયા (૪) પંકજભાઇ રામકૃષ્ણભાઇ કુબાવતને ઝડપી લીધા હતા. અને તેઓ પાસેથી રૂ.20,650 રોકડ જપ્ત કરી હતી.આ અંગે વાંકાનેર સિટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •