Placeholder canvas

વાંકાનેર: પંચાસીયા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં જુગાર રમતા 5 ઇસમોને ઝડપીને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસના પીએસઆઈ બી પી સોનારાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસકર્મી ચમનભાઈ ચાવડા, સંજયસિંહ જાડેજા અને વિજયભાઈ ડાંગરને બાતમી મળી હતી કે પંચાસીયા ગામની વીડ તરીકે ઓળખાતી સીમના ખરાબામાં જાહેરમાં જુગાર રમી રમાતો હોવાની બાતમીના આધારે તપાસ કરતા ત્યાં જુગાર રમી રહેલા આરોપી સહદેવસિંહ જયવીરસિંહ જાડેજા, રાઘવજીભાઇ અજાભાઇ દેસાઇ, અમ્રુતલાલ રાઘવજીભાઇ વીડજા, સુરેશભાઇ પરસોત્તમભાઇ કાવર અને મગનભાઇ સુંદરજીભાઇ દલસાણીયાને રોકડ રકમ રૂ. ૧૭,૩૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસના બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમના મયુરધ્વજસિંહ જાડેજા તથા ચમનભાઇ ચાવડા તથા હરીચંદ્રસિંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજા તથા રવીભાઇ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલા સહિતના પોલીસકર્મીઓ જોડાયેલા હતા

આ સમાચારને શેર કરો