Placeholder canvas

વાંકાનેર: રાતીદેવળી ગામે જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે વાંકિયા રોડ પર શાળા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે ૨૨,૮૦૦ ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાતીદેવળી ગામે વાંકિયા રોડ પર આવેલ સરકારી શાળા પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં જાહેરમાં ગંજીપાનાં જુગાર રમતા કલ્પેશ અમૃતભાઈ વોરા, નાથાભાઈ લાલજીભાઈ મદ્રેસાણીયા, કિશોર હેમંતભાઈ વોરા અને પ્રવીણસિંહ ધીરૂભા ઝાલા રહે બધા જૂની રાતીદેવરી તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૨,૮૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જે કામગીરીમાં વાંકાનેર સીટી પીઆઈ ડી પી સોલંકી, પીએસઆઈ ડી વી કાનાણી, મુકેશભાઈ ચાવડા, હરપાલસિંહ પરમાર, બળદેવસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા અને તાહજુદીન શેરશીયા સહિતની ટીમ જોડાયેલ હતી

આ સમાચારને શેર કરો