Placeholder canvas

વાંકાનેર: કોટડાનાયાણીની સીમમાં વાડીએ ઓરડીમાં જુગાર રમતા ચાર જુગારી ઝડપાયાં….

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે કોટડાનાયાણી ગામની સીમમાં આવેલ એક વાડીની ઓરડીમાં જુગારનો દરોડો પાડી ચાર જુગારીઓને જુગાર રમતા રોકડ રકમ રૂ. 29,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામની આંકડીયા તરીકે ઓળખાતી સીમમાં આરોપી મહેબુબભાઇ ગગુભાઇ સમા કબ્જા ભોગવટાની વાડીની ઓરડીમાં જુગાર રમતા શખ્સો પર દરોડો પાડી આરોપી ૧). મહેબુબભાઇ ગગુભાઇ સમા (ઉ.વ. ૬૧ રહે. કોટડાનાયાણી), ૨). સતાભાઇ કડવાભાઇ વરૂ (ઉ.વ. ૪૫ રહે. કોટડાનાયાણી), ૩). ભુપતભાઇ શીવાભાઇ ઓળકીયા (ઉ.વ. ૪૭, રહે.હાલ મીતાણા ડેમી-૧ ની બાજુમાં તા. ટંકારા, મુળ રહે. ચોબારી-ધરમપુર તા.ચોટીલા), અને ૪). યુસુફભાઇ તમાચીભાઇ ઠેબા (ઉ.વ. ૪૨, રહે. ચાંમુડા હોટલ પાછળ, તા.ટંકારા)ને જુગાર રમતા રોકડ રકમ રૂ. 29,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

આ સમાચારને શેર કરો