Placeholder canvas

વાંકાનેર: ઢુવામાંથી 7 અને હસનપરમાંથી 5 જુગારી ઝડપાયા…

વાંકાનેર : વાંકાનેર તાલુકા અને સીટી પોલીસ ટીમે જુગાર બે અલગ અલગ દરોડામાં કુલ 12 જુગારીઓને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા ગામે માટેલ રોડ ઉપર રહેણાંક મકાન પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કરણભાઇ નારણભાઇ મકવાણા, નીલેશભાઇ પોપટભાઇ ભામાણી, ધીરજભાઇ ઉર્ફે અજય માવજીભાઇ બાવળીયા, સંજયભાઇ માવજીભાઇ વાળા, રાજુભાઇ પરસોત્તમભાઇ મકવાણા, અજયભાઇ સુરેશભાઇ લીંબડીયા અને વીજયભાઇ ભુપતભાઇ રોજાસરાને રોકડા રૂપિયા 11,230 તેમજ રૂપિયા 90 હજારની કિંમતના ત્રણ મોટર સાયકલ સહિત 1,01,230ના મૂળમાલ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે હસનપર ગામે દરોડો પાડી જાહેરમાં જુગારની મહેફિલ માંડનાર આરોપી સુરેશભાઈ ગોગજીભાઈ ઉધરેજા, રવિભાઈ બટુકભાઈ સારલા, કિશનભાઇ નાથાભાઇ વિંજવાડીયા, જગદીશભાઈ ટપુભાઈ અબાસણીયા, અને વિજયભાઈ મનસુખભાઈ પરસોંડાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,900 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો