Placeholder canvas

વાંકાનેર: ટાઉનહોલમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા…

વાંકાનેર: શહેર પોલીસે ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના ટાઉનહોલ ખાતે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને જુગાર રમતા રંગેહાથ રોકડ રકમ રૂ. 14,160 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલ માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમના હેડ કો. હરપાલસિંહ પરમાર તથા દર્ષિતભાઈ વ્યાસને મળેલ બાતમીને આધારે પોલીસે વાંકાનેર શહેરના ટાઉનહોલ ખાતે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). જયેશભાઇ માત્રાભાઇ પરમાર (ઉ.વ. ૨૮), ૨). અશોકભાઈ દેવાભાઇ ગમારા (ઉ.વ. ૨૮), ૩). રતાભાઇ માધાભાઇ ગમારા (ઉ.વ. ૨૩) અને ૪). પરબતભાઇ જીવણભાઈ બાંભવા (ઉ.વ. ૨૨) ને રોકડ રકમ રૂ. 14,160 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો