વાંકાનેર સીટી પોલીસે રાજાવડલા અને મિલપ્લોટમાં દરોડા પાડી 13 જુગારી પકડ્યા

વાંકાનેર: વાંકાનેર શહેરમાં વૃધ્ધા સંચાલિત જુગાર ધામમાં જુગાર રમતા 10 આરોપીઓ, રાજાવડલામાં ત્રણ આરોપીને વાંકાનેર શહેર પોલીસ દ્વારા દરોડો પાડીને ઝડપી લેવામાં આવ્યા છે.

પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે મિલપ્લોટ ડબલચાલીમાં રહેતા રુડીબેન કરશનભાઇ ગોરીયા ઉ.85 નામના મહિલા પોતાના ઘરમાં નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી રૂડીબેન કરશનભાઇ ગોરીયા અજયભાઇ મંગાભાઇ રાતોજા, ભુપતભાઇ ધરમશીભાઇ ઝાલા, શાહરૂખભાઇ હૈદરભાઇ જેડા, સતીષભાઇ રઘુભાઇ કઉડર, મહેશભાઇ પ્રેમજીભાઇ બાવળીયા, આશીફભાઇ નુરમામદભાઇ બ્લોચ, ક્રુણાલ મનસુખભાઇ માલકીયા, હસનભાઇ દોશમાહમદભાઇ મોવર અને અનવરભાઇ દાઉદભાઇ બાબરીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઇ રોકડા રૂપિયા 16,100 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી

જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે રાજાવડલા ગામે ઠાકર મંદિર સામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી રાજેશભાઇ ગાંડુભાઈ દલસાણીયા, પ્રકાશભાઈ જેરામભાઈ સોલંકી અને કરણભાઈ શામજીભાઈ ડેડાણીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 16,400 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો