વાંકાનેર: ભોજપરા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ પતા પ્રેમી પકડાયા…

વાંકાનેરના મોટા ભોજપરા ગામે ચોકમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પતા પ્રેમી રોકડા રૂપિયા 11700 સાથે ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ ધર્મરાજભાઈ કીડીયા તથા દર્શિત ભાઈ વ્યાસ ને મળેલી સચોટ બાતમીના આધારે ભોજપરા ગામે ચોકમાં રેડ કરતા ત્યાંથી જુગાર રમતા (૧) ઉમેશભાઇ રમેશભાઇ ચૌહાણ ઉવ.૨૫ રહે.મોટા ભોજપરા તા.વાંકાનેર
(૨) ધરમશીભાઇ છનાભાઇ વિંજવાડીયા ઉવ.૩૬ રહે. મોટા ભોજપરા તા.વાંકાનેર
(૩) રજનીકભાઈ રાજેશભાઇ વિંજવાડીયા ઉવ.૨૧ રહે. મોટા ભોજપરા તા.વાંકાનેર સહિતને રોકડા રૂપિયા11700 સાથે પકડીને જુગાર ધરા મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

આ કામગીરીમાં પો.હેડ.કોન્સ.મુકેશભાઈ ચાવડા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલા, પો.કોન્સ તાહજુદ્દીનભાઈ શેરસીયા, ધર્મરાજભાઈ ગઢવી, દર્ષીતભાઇ વ્યાસ અને દિનેશભાઈ સોલંકી નાઓ જોડાયેલ હતા.

આ સમાચારને શેર કરો