Placeholder canvas

વાંકાનેર: માટેલ ગામે 2 અને રાતીદેવળી રોડ પર 4 જુગાર રમતા ઝડપાયા

વાંકાનેરના માટેલ ગામે જુગાર રમતા બે ઈસમોની વાંકાનેર તાલુકા પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન માટેલ ગામે શીતળાધાર ખાતે આરોપી દીનેશ અરજણભાઇ સાકરીયા અને રણછોડ જેસીંગભાઇ વીંઝવાડીયા જાહેરમા જુગાર રમતા મળી આવતા તેની પાસેથી રોકડ રકમ રૂ,૧૮૦૦ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે બીજા બનાવમાં રાતીદેવળી રોડ પર જુગાર રમતા ૪ ઈસમોની વાંકાનેર સીટી પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન રાતીદેવળી રોડ જસદણ સીરામીકની પાછળ આરોપી આરોપી વજુ દેવશી ગુગડીયા, રજની સરજુદાસ રામાવત, પ્રભુ ભીમજીભાઈ મકવાણા અને રતીલાલ ગોવિંદભાઈ વોરા જાહેરમા જુગાર રમતા ઝડપી પાડી તેની પાસેથી રોકડ રકમ રૂ.૧૭૮૦ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો