વાંકાનેર: વર્લી ફિચરનો જુગાર રમતા એક પકડાયો

વાંકાનેર : વાંકાનેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક શખ્સ પકડાયો છે. પોલીસે આ શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

ગઈકાલે તા. 19ના રોજ વાંકાનેરમાં જીનપરા જકાતનાકા નજીક મામાદેવના મંદિર પાસે દિપકભાઇ ધીરૂભાઇ બાવરીયાને ગે.કા. નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રોકડ રૂ. 600 જપ્ત કર્યા છે. તેમજ પોલીસે આરોપી દિપકની અટક કરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •