શ્રેષ્ઠ શહેરી સહકારી ધિરાણ જિલ્લામાં ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી દ્વિતીય સ્થાને
વાંકાનેર સ્થિત શ્રી ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. ને ગુજરાત રાજ્ય સહકારી સંઘ, અમદાવાદ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન સહકારી ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બદલ રાજ્ય કક્ષાએ સન્માનિત કરવામાં આવેલ છે.
ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત શ્રેષ્ઠ શહેરી સહકારી ધિરાણ મંડળીઓની હરીફાઈ અંતર્ગત રાજકોટ જિલ્લા (મોરબી સહિત) વિસ્તારમાં ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીએ દ્વિતીય ક્રમે સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર વાંકાનેર તથા મોરબી જિલ્લાના સહકારી ક્ષેત્રનું ગૌરવ વધાર્યું છે.
આ સિદ્ધિ સંસ્થાના હજારો સભાસદો, થાપણદારો, ગ્રાહકો, ડિરેક્ટરશ્રીઓ, અધિકારીઓ, કર્મચારીગણ તેમજ શુભેચ્છકોના અતૂટ વિશ્વાસ, સહકાર અને સમર્પણનું પરિણામ છે. સંસ્થાએ સ્થાપના સમયથી જ પારદર્શિતા, વિશ્વસનીયતા અને સભાસદ કેન્દ્રિત સેવાઓ દ્વારા સહકારી ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરી છે.

