વાંકાનેર

ઈદે મિલાદુન્નબી નિમિત્તે ગેલેક્સી હોસ્પિટલ ખાતે રક્તદાન તથા ફ્રી નિદાન કેમ્પ યોજાયો…

વાંકાનેર: ઈદે મિલાદુન્નબી ﷺ ના પવિત્ર અવસર નિમિત્તે વાંકાનેર સ્થિત ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ તથા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુલશન પાર્ક મેઈન રોડ, ચંદ્રપુર ખાતે આવેલી હોસ્પિટલમાં બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં સેવાભાવી બિરાદરોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું અને દર્દીઓએ ફ્રી નિદાન સેવાઓનો લાભ લીધો હતો.

આ અવસરે ગેલેક્સી બેન્કના ડિરેક્ટર ઈરફાન પીરઝાદા, ગેલેક્સી ગ્રુપના સ્થાપક અબ્દુલહાજી સાહેબ, ગેલેક્સી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન લિયાકત બાદી, ગેલેક્સી બેન્કના ડિરેક્ટર યુ.એ. કડીવાર તથા આગેવાનો અને સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો