Placeholder canvas

આજથી ગજાનનની ભકિતમાં રંગાશે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ

પ્રથમ પૂજય દેવતા ભગવાન શ્રી ગણેશજીનો આજે પ્રાગટ્ય દિન છે. આજથી દસ દિવસ સુધી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં અનેરા ઉમંગ સાથે ગણેશોત્સવ ઉજવાશે. ગણપતિ બાપા મોરીયાના ગગન ભેદી નાદમાં ભકતો લીન બનશે. ગણપતિ મહોત્સવ સમગ્ર ભારતમાં અને વિદેશોમાં પણ અનન્ય ભકિત સાથે ઉજવાય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર ઠેર ગણેશોત્સવ ઉજવાશે. વિવિધ વિસ્તારોમાં પંંડાલ ઉભા કરાયા છે. સાંજે મહા આરતી, પ્રસાદ વિતરણ સહિતના આયોજનો થશે.

વાંકાનેર
વાંકાનેરમાં આજે વિઘ્નહર્તા સિદ્ધ વિનાયક ગણેશજીની આજે શહેરના જીનપરા ચોકથી ભવ્ય શોભાયાત્રા યોજાય હતી. આ શોભાયાત્રામાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારના 30થી વધુ પંડાલના આયોજકો પોતાના પંડાલથી સ્થાપીત કરવાના ગણેશજીની પ્રતીમા સાથે હર્ષભેર જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના જીનપરા ચોકથી પ્રસ્થાન થઈને શહેરના રસાલા રોડ, ગ્રીનચોક, મેઇન બજાર, ચાવડી ચોક, દરબાર ગઢ રોડ, રામચોક, પ્રતાપચોક થઇ માર્કેટ ચોક ખાતે પહોંચ્યાં હતા. ત્યારબાદ ગણેશજી સૌ સવના પંડાલમાં વિધીવત પુજા અર્ચના કરી સ્થાપન કરાયા.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV
આ સમાચારને શેર કરો