Placeholder canvas

વાંકાનેર : મકતાનપર સિમમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

વાંકાનેર : તાલુકાના મકતાનપર ગામની સીમમાં વાંકાનેર તાલુકા પોલીસે રેડ પાડીને કાંટાની વાડમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો છે.

વાંકાનેર તાલૂકાના મકતાનપર ગામની સીમમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી મળતા તાલુકા પો.સબ.ઇન્સ. આર. પી.જાડેજા, પો.હેડ.કોન્સ. મુકેશભાઈ જોગરજીયા સહિતના સર્વેલન્સ સ્ટાફે મકતાનપર ગામની આગળ રમેશભાઈ ઓડેદરાની બેલાની ખાણ નજીક બાવળની કાંટમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો સિંધાભાઈ કરમશીભાઈ કોળીનો હોવાનું ખુલ્યુ હતુ.

પોલીસે પાર્ટી સ્પેશિયલ ડીલક્ષ વ્હીસ્કીની બોટલ નંગ 102 તથા રોમિયો વ્હીસ્કીના 180 એમ.એલ.ના 47 ચપલા કિંમત 35,300 તથા પલ્સર મોટરસાયકલ કિંમત 30000 અને વિવો કંપનીનો મોબાઈલ કિંમત રૂ 10000 આમ કુલ મળીને 75300ના મુદ્દામાલ સાથે આરોપી સિંધાભાઈ ઉં.વ.21ની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો