ટંકારા: લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે.

ટંકારા: લજાઈ પીએચસી ખાતે આગામી રવિવારે ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે આ નિદાન કેમ્પમાં ડો. મેહુલ પનારા (વિઝન આંખની હોસ્પિટલ) મોતીયો, જામર, વેલ, પરવાળા તથા નાશુર ની તપાસ, ડો. જીજ્ઞાસા એમ. પનારા ચામડીના તમામ પ્રકારના રોગ જેવા કે ધાધર, ખસ, ખરજવું, સોરિયાશસ, ખીલ, શીતળ, એલર્જી, ગુમડાં જેવા અનેક રોગનું નિદાન તેમજ સારવાર , ડો. અમિત એમ. બોડા (અમિધારા બાળકોની હોસ્પિટલ) નવજાત શિશુ તેમજ બાળરોગ ના નિષ્ણાત, ડો. ડિમ્પલ વિરમગામા – અંબાણી (સ્વસ્તિક વુમન હોસ્પિટલ) પ્રસુતિ – સ્ત્રી રોગ તેમજ વંધ્યત્વ નિષ્ણાત સેવા આપશે

કેમ્પની તારીખ : ૨/૭/૨૦૨૩ રવિવાર,સમય : સવારે ૯ થી ૧૨
સ્થળ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુ. લજાઈ,

નોંધ : અગાઉ એપોયમેન્ટ લેવી ફરજિયાત છે. કેમ્પમાં આવો ત્યારે ફાઈલ તેમજ જુના રિપોર્ટ સાથે લાવવા…. એપોયમેન્ટ લેવા માટેના નંબર : 99093 66660

આ સમાચારને શેર કરો